એક ગ્રામોફોન રેકોર્ડ $\omega $ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકોર્ડના કેન્દ્રથી $r $ અંતરે એક સિકકો મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય $\mu $ છે. સિકકો એ રેકોર્ડની સાથે ભ્રમણ કરશે, જો ........
$r= \mu g{\omega ^2}$
$r < \frac{{{\omega ^2}}}{{\mu {\rm{g}}}}$
$r \le \frac{{\mu {\rm{g}}}}{{{\omega ^2}}}$
$r \ge \frac{{\mu {\rm{g}}}}{{{\omega ^2}}}$
$1000\; kg $ દળની કાર $90\; m$ ત્રિજયા ધરાવતા ઘર્ષણરહિત રોડ પર ગતિ કરે છે. જો ઢોળાવ $ 45^o $ નો હોય, તો કારની ઝડપ ($ms^{-1}$ માં) કેટલી હશે?
તમે સરકસમાં મોતના કૂવા” (એક પોલી ગોળાકાર ચેમ્બર જેમાં છિદ્રો હોય જેથી પ્રેક્ષકો બહારથી જોઈ શકે)માં ઊર્ધ્વ વલયમાં મોટરસાઈકલ ચલાવતો માણસ જોયો હશે. જ્યારે મોટરસાઈકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય ત્યારે નીચે આધાર ન હોવા છતાં કેમ પડી જતો નથી તે સ્પષ્ટ સમજાવો. જો ચેમ્બરની ત્રિજ્યા $25 \;m$ હોય, તો ઉચ્ચતમ બિંદુએ ઊર્ધ્વ વલય રચવા માટે લઘુતમ ઝડપ કેટલી જોઈશે ?
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ?
$150\,m$ વક્રતાત્રિજયાવાળા વળાંકવાળા સમતલ રસ્તા પર કાર ઓછામાં ઓછી કેટલી ઝડપે ચલાવવી જોઇએ,કે જેથી તે રોડ પરથી સરકી ના જાય? રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે.
એક સિક્કાને તક્તી પર ગોવેલો છે. આ સિક્કા અને તક્તી વચચેઘર્ષાણાંક $\mu$ છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ ........